News Portal...

Breaking News :

અમેરિકામાં ફૂડ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 2ના મોત; બાળક સહિત 5 ઘાયલ

2026-07-27 17:57:22
અમેરિકામાં ફૂડ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 2ના મોત; બાળક સહિત 5 ઘાયલ

અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના સિયાટલ શહેરમાં યોજાયેલા લોકપ્રિય ‘બાઇટ ઓફ સિયાટલ’ ફૂડ ફેસ્ટિવલ દરમિયાન થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે, જ્યારે એક બાળક સહિત પાંચ લોકો ઘાયલ થયા છે. ઘટના રવિવારે સાંજે સ્થાનિક સમય અનુસાર લગભગ 6 વાગ્યે સ્પેસ નીડલ નજીક યોજાયેલા ફેસ્ટિવલના અંતિમ કલાકોમાં બની હતી.

સિયાટલ ફાયર ડિપાર્ટમેન્ટની પ્રવક્તા ગ્રેસ નુનેઝના જણાવ્યા અનુસાર, ગોળીબારમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ઘાયલોને તાત્કાલિક હાર્બરવ્યૂ મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોમાં 56 વર્ષની એક મહિલાની સ્થિતિ ગંભીર છે, જ્યારે બે વર્ષનું બાળક, 23 વર્ષનો યુવક અને 39 વર્ષની મહિલા સ્થિર હાલતમાં છે. અન્ય એક 40 વર્ષની મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેઓ ફૂડ સ્ટોલ પરથી ખાવાનું લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક ગોળીબાર શરૂ થયો અને નાસભાગ મચી ગઈ. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે. હજુ સુધી કોઈની ધરપકડ થઈ હોવાની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

વોશિંગ્ટનના ગવર્નર બોબ ફર્ગ્યુસને જણાવ્યું કે સ્થાનિક પોલીસને મદદ માટે સ્ટેટ પેટ્રોલની SWAT ટીમ તૈનાત કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.

Reporter: admin

Related Post