શહેરના યુવક સાથે નવી મુંબઇમાં બનેલા ચોંકાવનારા બનાવમાં યુવકને દુષ્કર્મની એફઆઇઆર કરવાની ધાક ધમકી આપીને બંધક બનાવી લીધા બાદ યુવકના પિતા પાસેથી 12 કરોડની ખંડણી માગવામાં આવી હતી.
જો કે પોલીસને સમગ્ર મામલાની જાણ થઇ જતાં પૈસા લેવા આવેલા એક શખ્સને ગોત્રી પોલીસે વડોદરામાંથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે નવી મુંબઇ ખાતે ફ્લેટમાં દરોડો પાડીને એક મહિલા અને પુરુષને પણ ઝડપી પાડ્યા હતા. અને ફ્લેટમાં બંધક બનાવાયેલા યુવકને મુક્ત કરાવ્યો હતો. આ કેસમાં પકડાયેલા કપિલ અને મધુમિતાને પોલીસે અદાલતમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને વિવિધ મુદ્દાની તપાસ શરુ કરી હતી. બીજી તરફ આ કેસની માસ્ટરમાઇન્ડ ગણાતી નિખીલની પૂર્વ ગર્લફ્રેન્ડ પ્રીતિ સિંહાની શોધખોળ શરુ કરાઇ છેવાસણા ભાયલી રોડ આશીર્વાદ ડુપ્લેક્સ એન્ડ બંગલોઝ ખાતે રહેતા રજનીકાંત અંબાલાલ પરમાર( પૂર્વ ફેક્ટરી ઇન્સ્પેક્ટર) નો પુત્ર નિખિલ એમબીએનો અભ્યાસ કરી, નવી મુંબઈ રહી ઉલ્વે ખાતે ફંડ ડેવલોપર તરીકે વ્યવસાય કરે છે.હાલ નવી મુંબઈ ખાતે રહેતા કપિલ રાજપુત અને ગિરીશ રવિન્દ્ર ભોલેને નિખીલને ઓળખે છે.
કપિલ અને ગિરીશે નિખિલને ગોંધી રાખ્યો હતો અને છરી બતાવીને રૂ.12 કરોડની ખંડણી નિખિલ પાસે તેના પિતાને ફોન કરાવી માગણી કરાવી હતી. ત્યારબાદ ગત.28 ફેબ્રુઆરીએ ગિરીશ મુંબઈથી વડોદરા રજનીકાંતના ઘરે આવ્યો હતો. જ્યાં રજનીકાંતે કુલરૂ.70 લાખ તેને આપ્યા હતા. આ સાથે જ ગિરીશે અન્ય રૂપિયાની વ્યવસ્થા તાત્કાલિક કરો તેમ કહી રજનીકાંતને ધમકાવ્યા હતા. કપિલે પણ ધમકી આપી 12 કરોડની વ્યવસ્થા કરવામાં વિલંબ કરશો, તો તમારા પુત્ર નિખિલ સામે અલગ અલગ રાજ્યમાં દુષ્કર્મની ફરિયાદ કરીશું અને પાંચ રાજ્યની પોલીસ ઉઠાવી જશે. તેનું ભવિષ્ય પૂરું થઈ જશે તેમ કહેતા રજનીકાંત ગભરાઈ ગયા હતા. નિખીલની પૂર્વ ગર્લફ્ર્ન્ડ પ્રિતી સિંહા કપિલની સાથે બિઝનેસ કરે છે અને તેણે કપિલ અ ગિરીશની સાથે મળીને નિખીલ પાસેથી પૈસા પડાવાનું કાવતરું રચ્યું હતું. તા.7 માર્ચે અન્ય રૂ.80 લાખ રોકડા ગિરીશને આપ્યા હતા.18 માર્ચે ગિરીશ વડોદરા આવતાં રજનીકાંતની ફરિયાદથી ગોત્રી પોલીસે ગિરીશને પકડી પાડ્યો હતો.પોલીસે કહ્યું હતું કે ગત ફેબ્રુઆરીમાં નિખિલના ફોન પરથી તેના પિતાને વોટ્સએપ કોલ કરાયો હતો. ત્યારે નિખિલે જણાવ્યું હતું કે, ‘કપિલ રાજપુત અને ગિરીશ ભોલે બંને મારા ઘરે આવી મારા વિરુદ્ધ પ્રીતિ સિંહાએ ફરિયાદ કરી છે. પાંચ રાજ્યમાં 70થી વધુ એફઆઇઆર થઈ છે અને પાંચ રાજ્યની પોલીસ પકડવા આવી છે. તે ફરિયાદોમાં દુષ્કર્મ અંગેના ગંભીર પ્રકારના આક્ષેપ છે. પોલીસ પકડીને જેલમાં પૂરી દેશે તો આખી જિંદગી જેલમાં રહેવું પડશે. કપિલ પોલીસની ધમકી આપી પોતાના ઘરે બળજબરીથી લઈ ગયો છે. તે ઘરની બહાર નીકળવા દેતા નથી અને છરી બતાવી કહે છે કે, તું ભાગવાનો પ્રયત્ન કરીશ તો મારી નાંખીશું. આ મામલે પોલીસે કપિલ રાજપૂત , ગિરીશ ભોલે અને મધુમિતા નામની મહિલાને ઝડપી પાડી હતી.
Reporter: admin