News Portal...

Breaking News :

‘એમ્સ’ જેવી સુવિધાઓના દાવા વચ્ચે સયાજી હોસ્પિટલમાં લાચાર માતા, બાળકને ગોદમાં લઈને ભટકવા મજબૂર

2026-08-14 12:40:38
‘એમ્સ’ જેવી સુવિધાઓના દાવા વચ્ચે સયાજી હોસ્પિટલમાં લાચાર માતા, બાળકને ગોદમાં લઈને ભટકવા મજબૂર

વડોદરા: વડોદરાની સયાજી હોસ્પિટલને ‘એમ્સ’ કક્ષાની બનાવવાના દાવાઓ વચ્ચે હોસ્પિટલની વ્યવસ્થાઓ પર સવાલો ઉભા કરતી તસવીર સામે આવી છે. આશરે 4થી 5 વર્ષના દાઝેલા બાળકને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જવા માટે વ્હીલચેર કે સ્ટ્રેચર ઉપલબ્ધ ન થતાં લાચાર માતા બાળકને ગોદમાં લઈને ભટકતી જોવા મળી હતી.

બાળકના શરીરમાં ચઢતી દવાની બોટલ પણ પરિજનોને ખુલ્લામાં હાથમાં પકડીને લઈ જવી પડી હતી. હોસ્પિટલ જેવી મહત્વની આરોગ્ય સંસ્થામાં નાના બાળકને પાયાની પરિવહન સુવિધા પણ ન મળતાં હોસ્પિટલ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

એક તરફ સયાજી હોસ્પિટલને આધુનિક સુવિધાઓથી સજ્જ કરી ‘એમ્સ’ કક્ષાની બનાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ દર્દીઓ અને તેમના પરિજનોને પ્રાથમિક સુવિધાઓ માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાએ હોસ્પિટલ તંત્રની સંવેદનશીલતા અને વ્યવસ્થાઓ સામે સવાલો ઊભા કર્યા છે.

Reporter: admin

Related Post