વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરના કારણે સયાજીબાગમાં સાબર અને નીલ ગાયોના મોત નીપજ્યા છે.
વડોદરામાં આવેલ વિનાશક પૂરથી સાયાજીબાગ પણ બાકાત રહ્યો નથી. સયાજીબાગમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા. સયાજીબાગના એન્ક્લોઝરમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. ત્યારે સયાજીબાગમાંથી પૂરના પાણી ઓસરતાં દયનીય સ્થિતિ સામે આવી છે.
એન્ક્લોઝરમાં સતત ત્રણ દિવસથી પૂરના પાણીના કારણે સાબર અને નીલ ગાયોના મોત નીપજ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા વૃક્ષોની ડાળીઓથી મૃત પ્રાણીઓને બહાર કાઢી ઢાંકવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં પણ ત્રણ ત્રણ દિવસથી ભૂખ્યા પ્રાણીઓ જોઈ ભોજનની રાહ રાહ જોઈ રહ્યા છે.
Reporter: admin