News Portal...

Breaking News :

બુલેટ ટ્રેનના પિલ્લર પાસે રોડ બેસ્યો

2026-07-13 13:17:53
બુલેટ ટ્રેનના પિલ્લર પાસે રોડ બેસ્યો

વડોદરા શહેરના રેલવે સ્ટેશન નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલી કામગીરી દરમિયાન રોડનો એક ભાગ બેસી ગયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સ્તરે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પ્રોજેક્ટના પિલ્લર પર આવેલા ભારે વજનના કારણે રોડ ધસી ગયો છે. ઘટનાના દૃશ્યો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.


મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત આ વિસ્તારમાં મોટા પાયે બાંધકામ ચાલી રહ્યું છે. પ્રોજેક્ટની કામગીરી એલ એન્ડ ટી (L&T) કંપની દ્વારા કરવામાં આવી રહી છે. રોડ બેસી જવાની ઘટનાને પગલે પ્રોજેક્ટની કામગીરીની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે.


ઘટના બાદ આજે સવારે સંબંધિત એજન્સી દ્વારા રોડ પર તાત્કાલિક પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે મૂળ કારણ દૂર કર્યા વિના માત્ર સપાટીનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કામગીરીની ગુણવત્તા અને સલામતીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.


જોકે, રોડ બેસી જવાનું ચોક્કસ કારણ શું છે અને તેનો બુલેટ ટ્રેનના પિલ્લરના ભાર સાથે સીધો સંબંધ છે કે નહીં તે અંગે હજુ સુધી સંબંધિત એજન્સી અથવા અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. સમગ્ર મામલે તંત્ર દ્વારા તકનિકી તપાસ બાદ જ વાસ્તવિક કારણ સ્પષ્ટ થઈ શકશે.

Reporter: admin

Related Post