વડોદરા : નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા 1 એપ્રિલ 2025થી નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં રૂ. 5 થી 25 સુધીનો વધારો ઝીંકાયો છે. ત્યારે વડોદરાના કરજણ-ભરથાણા પર ટોલ ટેક્સ વધારવામાં આવ્યો છે, જેને લઇને વિરોધ સૂર રેલાયા છે.
આગામી 11 એપ્રિલ 2025ના રોજ બિન રાજકીય કાર્યક્રમ હેઠળ વિરોધ કરવામાં આવશે. ટોલ ટેક્સ વધારાના પાછો ખેંચી વડોદરા જિલ્લાના જી.જે- 06 વાહનોને ટોલ મુક્તિ આપવામાં આવે અને તેમના માટે સર્વિસ રોડ આપવા સહિતની માંગ સાથે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ- ભરથાણા ટોલનાકાથી પદયાત્રા પદયાત્રા કાઢવામાં આવશે. જે અંતગર્ત કરજણ શહેરમાં આવેલી રાષ્ટ્રીય પ્રતિમાને ફૂલહાર વિધિ કરી કરજણ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવશે. આ આંદોલનના પોસ્ટર સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
Reporter: admin