નવીદિલ્હી: દેશમાં છેલ્લા કેટલાક સમયથી ૨૫ કિલોથી ઉપર દરેક પ્રકારના અનાજ પર ૫ ટકા GST લેવાનો પ્રસ્તાવ ૩૦ ઑગસ્ટ સુધી મુલતવી ર્ક્યો છે જેને લઇ વેપારીઓમાં વ્યાપેલો ફફડાટ હાલ ઓછો થયો છે.
છેલ્લા કેટલાક સમય થી અનાજ પર પાંચ ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) લાગુ કરવાને લીધે દેશના અનાજ અને કઠોળના વેપારીઓમાં ભારે ખળભળાટ થઇ રહ્યો હતો.ગત ૨૦૨૨માં જ અનાજ અને કઠોળ પર ગેસ્ટ લાગુ થતો પરંતુ વેપારીઓના વિરોધના કારણે નાણાપ્રધાને ટાળી દીધું હતું. હાલ આ કાયદાને ફરી થી લાગુ પાડવા મુંઝવણો ચાલી રહી હોવાથી મુલતવી રાખવામાં આવ્યો છે. વેપારીઓનું કેહવું છે કે તેઓને સરકાર અને GST કાઉન્સિલ પર ભરસો નથી. અને માટે તેઓ GST લાગુ કરવાના મામલે વિરોધમાં છે. છેલ્લા ઘણા સમયથી સરકાર મંત્રાલયો અને ડિપાર્ટમેન્ટનો સંપર્ક ન હોવાથી કાયદો મુલતવી રખાયો હતો
ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર તરફથી વેપારી કલ્યાણ બોર્ડનની સ્થપના તો થઇ પરંતુ સમયસર કોઈ મિટિંગ ન થઇ હોવાના કારણે વિકટ પરિસ્થિતિ બજારમાં ઉભી થાય છે. હાલ આ એક મહિનો પાછું રોકાયું છે, પરંતુ પૂરું થયું નથી. દેશભરમાં વેપારીઓના વિરોધ થતા આ અટકાવ્યું છે. સત્તાના અધિકારીઓ વેપારીઓ પાસેથી અંધાદુંધ ટેક્સ વસુલ કરે છે અને જો ટેક્સ ન ભરાય તો કાયદાકીય કાર્યવાહી કરે છે. આ કારણે વેપારીઓ મુશ્કેલ સમયમાં મુકાય શકે છે. જેને લઇ મંત્રાલયો અને પ્રધાનો સમક્ષ રજુઆત મુકવામાં આવી છે. હાલ વેપારીઓ વચ્ચે વ્યાપેલ ફફડાટ સમી ગયો છે. ૨૬ જુલાઈએ કરેલ સરકાઈ અધિકારીઓ સાથે કરેલ ઝૂમ મીટીંગમાં દિલ્હી મિનિસ્ટ્રી ઑફ કન્ઝ્યુમર અફેર્સના ડિરેક્ટર આશુતોષ અગ્રવાલને જણાવ્યું હતું કે આ વિશે ગંભીર પરિણામ આવી શકે છે. જેને લઇ ને GST લાગુ કરવાનો પ્રસ્તાવ મુલતવી રાખવામાં આવ્યો છે, જેને લઇ વેપારીઓ વચ્ચે શાંતિનો માહોલ જોવા મળ્યો છે.
Reporter: admin