News Portal...

Breaking News :

એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ (વળત૨) યોજના સને 2025-26 નો અમલ કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત

2025-04-12 16:19:03
એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ (વળત૨) યોજના સને 2025-26 નો અમલ કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત


વડોદરા : ટેક્ષની રકમ સાથે સને વર્ષ 2025-26ના આકારણી રજીસ્ટર પ્રસિધ્ધ કરતા પહેલાં આ યોજનાની મુદતમાં એડવાન્સમાં ભ૨પાઈ કરે તો તેવા કરદાતાઓને ૨હેણાંક હેતુની મિલકતના પ્રોપર્ટી ટેક્ષમાં 10 ટકા વળતર, બીન રહેણાંક હેતુની મિલકતના પ્રોપર્ટી ટેક્ષની રકમમાં 5 ટકા વળતર, તથા બંન્ને કિસ્સામાં એડવાન્સમાં વેરાની રકમ ઓનલાઇન ભરનાર કરદાતાઓને વધુ 1 ટકો વળતર આપવાની યોજના છે. 


આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા કરદાતાઓએ આ યોજનાની જાહેર નોટીસ પ્રસિધ્ધ થયા તારીખથી એક માસની મુદ્દતમાં જે તે મિલકતનો વર્ષ 2025-26નો પ્રોપર્ટી ટેક્ષ આગળના વર્ષોની બાકી રકમ સાથે ભ૨વાનો રહેશે. આ રિબેટ પ્રોપર્ટી ટેક્ષની રકમ પૈકી સામાન્ય ક૨, પાણીક૨ અને કન્ઝ૨વન્સી અને સુઅરેઝ ટેક્ષની ૨કમ પર મળવાપાત્ર ૨હેશે. 


જ્યારે શિક્ષણ ઉપકર, સફાઇ ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પ૨ કોઇ રિબેટ (વળત૨) મળવા પાત્ર રહેશે નહીં. આમ એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ (વળત૨) યોજના સને 2025-26 નો અમલ કરવા જરૂરી મંજૂરીના વધારાના કામ તરીકે સામાન્ય સભાની મંજુરીની અપેક્ષાએ સ્થાયી સમિતિમાં રજુ કરાયું છે.

Reporter: admin

Related Post