મુંબઈ: પવિત્ર ગણેશોત્સવ ચાલી રહ્યો છે એ દરમિયાન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (સીજેઆઇ) એટલે કે દેશના-સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ ડી.વાય.ચંદ્રચુડના ઘરે શ્રી ગણેશની પધરામણી થઇ હતી એ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ભગવાનની આરતી કરી હતી.
જોકે વડા પ્રધાને સીજેઆઇના ઘરે કરેલી ગણેશ આરતીને પગલે મહારાષ્ટ્રમાં રાજકારણ ખૂબ જ ગરમાયું હતું અને અને મોટો વિવાદ ઊભો થયો હતો, જેને પગલે સીજેઆઇએ સ્પષ્ટતા કરવાનો વારો આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રચુડના ઘરે દર્શન કરવા પહોંચ્યા ત્યાર બાદ વિપોક્ષો દ્વારા ટીકા અને આરોપોનો દોર શરૂ થઇ ગયો હતો અને નીતનવાં તર્ક-વિતર્ક કાઢવામાં આવી રહ્યા હતા. કેન્દ્ર સરકાર અને ન્યાય વ્યવસ્થાની સાંઠગાંઠ હોવાના આરોપો પણ વિપક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા.
જેને પગલે આખરે સીજેઆઇ ચંદ્રચુડે સ્પષ્ટતા કરવાનો વારો આવ્યો હતો. તેમણે મોદીની મુલાકાત વિશે જાણકારી આપતા કહ્યું હતું કે તેમના ઘરે ગણેશજી તેડવામાં આવ્યા એ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય વીઆઇપી-મહાનુભવોને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના પણ અનેક ઉચ્ચ અધિકારીઓ તેમના ઘરે દર્શન કરવા આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે બુધવારે સાંજે વડા પ્રધાન મોદી સીજેઆઇ ચંદ્રચુડના ઘરે ગણપતિના દર્શન કરવા પહોંચ્યા હતા અને પોતાના જ સોશિયલ મીડિયા હેન્ડલના એકાઉન્ટ પર તેની તસવીર પણ મૂકી હતી. તે થોડી વાર ચંદ્રચુડના ઘરે રોકાયા હતા. જોકે ત્યાર બાદ રાજકીય જુવાળ ફાટી નીકળ્યો હતો, જેને પગલે ચંદ્રચુડે સ્પષ્ટતા કરવાની જરૂર પડી હતી.
Reporter: admin