News Portal...

Breaking News :

પાદરામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઐતિહાસિક મુલાકાતને લઈને ઉત્સાહ

2026-09-02 14:40:49
પાદરામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઐતિહાસિક મુલાકાતને લઈને ઉત્સાહ

પાદરાના ઇતિહાસમાં પ્રથમવાર મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આગામી ઐતિહાસિક મુલાકાતને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે. 23 સપ્ટેમ્બરે તાજપુરા રોડ ખાતે આવેલા ‘બ્રહ્માકુમારીઝ ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ’નું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે.

આ વિશેષ આધ્યાત્મિક મહોત્સવમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

દેશ અને રાજ્યકક્ષાના મોટા આધ્યાત્મિક કાર્યક્રમો, સેમિનાર તેમજ કોન્ફરન્સના આયોજન માટે ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ તૈયાર કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિના આગમનને લઈને વડોદરા જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વીઆઈપી પ્રોટોકોલ, સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિની પ્રથમ મુલાકાતને લઈને સમગ્ર પાદરા પંથક અને બ્રહ્માકુમારીઝ પરિવારમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છે.

Reporter: admin

Related Post