News Portal...

Breaking News :

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને વડોદરા એરપોર્ટથી વિદાયમાન અપાયું

2025-02-27 17:16:11
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને વડોદરા એરપોર્ટથી વિદાયમાન અપાયું


રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા બાદ હવાઇમાર્ગે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને અહીંથી અમદાવાદ જતાં પ્રણાલી અનુસાર વિદાયમાન આપવામાં આવ્યું હતું. 


રાષ્ટ્રપતિ આજે બપોર બાદ એકતાનગરથી વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા અને અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર પિંકી સોની, સાંસદ ડો. હેમાંગ જોશી, પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, બ્રિગેડિયર સુરેશ એસ. અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ વિદાયમાન આપ્યું હતું. રાષ્ટ્રપતિ અહીંથી અમદાવાદ જવા રવાના થયા હતા.

Reporter: admin

Related Post