૫ વર્ષ પછી બીજી ચુંટણી આવે ત્યારે સરખામણી કરજો..
ચુંટણી લડવા માંગતા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવાની સાથે પોતાની ચલ અચલ સંપત્તિ અને તેમની સામે નોંધાયેલા ગુનાઓના સોગંદનામા પંચના નિયમો પ્રમાણે રજૂ કરવાના હોય છે.આ સોગંદનામા પંચની વેબસાઈટ પર મૂકવામાં આવે છે અને નોંધાયેલા ગુનાઓ નો એકરાર સ્વ ખર્ચે અખબારોમાં ત્રણ વાર છાપાવવો પડે છે.હવે લોકસભા ચૂંટણીઓનું મતદાન પૂરું થઈ ગયું છે.મત ગણતરી સિવાય લગભગ ૯૦ ટકા ચુંટણી પ્રક્રિયા સંપન્ન થઈ ગઈ છે.
૪ થી જૂને મત ગણતરી પોલીટેકનિક ખાતે થશે અને આજે જેમ સાંજના ૬ વાગ્યે મતદાન પૂરું થયું તે રીતે આ સમયે મોટેભાગે કૌન બનેગા સાંસદ નું પરિણામ નક્કી કે જાહેર થઈ ગયું હશે.હવે મતદારોએ એક કામ કરવાનું છે.ઉમેદવારોએ ભરેલા સંપત્તિ અને નોંધાયેલા ગુનાઓ ના એકરાર કે સોગંદનામા પાંચ વર્ષ સુધી સાચવી રાખવાના છે.કારણ કે ૨૦૨૯ ની ચુંટણીમાં હાલના ઉમેદવારો પૈકીના કોઈ ફરીથી મેદાનમાં ઉતરે એ શક્ય છે.કેટલાક વળી ૨૦૨૭ ની વિધાનસભા ચુંટણી પણ લડી શકે.
તે સમયે તેઓ ફરી થી ચલ અચલ સંપત્તિ અને નોંધાયેલા ગુનાઓના એકરાર ભરશે.ત્યારે હાલના અને તે સમયના સોગંદનામાઓ ની સરખામણી કરીને મતદારો આ સંપત્તિમાં કેટલો વધારો થયો,કેવી રીતે વધારો થયો અને નવા ગુના નોંધાયા હોય તો કયા કારણસર નોંધાયા એનું વિશ્વલેષણ કરીને ઉમેદવારો ની યોગ્યતા નક્કી કરી શકશે..સાચવી રાખશો ને!!
Reporter: News Plus