વડોદરા : જાણીતા કામદાર અગ્રણી સ્વ ભાલચંદ્ર ત્રિવેદીની તૂટેલી તકતી પોલીસ તપાસ કરી ફરી તે જ જગ્યાએ બનાવવા ભારતીય સામ્યવાદી પક્ષ દ્વારા પાલિકામાં આવેદન આપી રજૂઆત કરાઈ હતી.

વડોદરા શહેરના નરીપુરા ન્યુ રોડ બરાનપુરા પાસે આવેલ ચોકને "ભાલચંદ્ર ત્રિવેદી ચોક" નામની તકતી મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી જે તે સમયે લગાવવામાં આવી હતી રદ તારીખ 2 એપ્રિલ ની રાત્રે અથવા 3 એપ્રિલ ની પહેલી સવારે અગમ્ય કારણોસર આ તકતી તૂટેલી જણાઈ હતી અને તેને ભારે નુકસાન થવા પામ્યું હતું

ત્યારે આ બનાવ ખૂબ જ દુઃખદ હોય આની તટસ્થ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવે અને સાચું કારણ બહાર લાવવામાં આવે સાથે ફરીથી તે જ સ્થળે તકતી સન્માનભેર લગાવવામાં આવે તે માટે ભારતીય સામ્યવાદી પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.



Reporter: admin