સુરતના યુવાન પ્રદીપ જીયાણીએ બાર જ્યોતિર્લિંગ, ચારધામ તેમજ નેપાળની યાત્રા ગત તા.20 થી શરુ કરી છે.ત્યારે 400 કિમી બાઈક યાત્રા કરી યુવાન આજરોજ સોમનાથ આવી પહોંચ્યો.
આગામી દિવસોમાં તેણે 25 હજાર કિમી બાઈક ચલાવી 12 જ્યોતિર્લિંગ, ચારધામ તેમજ નેપાળ સહિતના સ્થાનોની યાત્રા પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો છે ત્યારે આજરોજ સોમનાથ મહાદેવના દર્શને આવી અને પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરી આ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ યાત્રા માટે યુવાને સ્કુટરને પણ વિશેષ રીતે તૈયાર કરી છે.
સ્કૂટરની આગળ ટ્રાવેલ ક્લિકરના સ્ટીકર લગાવી ચારેય તરફ બાર જ્યોતિર્લિંગ યાત્રા ના નકશાના પણ સ્ટીકર લગાવી વિશેષ તૈયાર કરવામાં આવી છે.આ યાત્રા અંદાજે 4 થી 6 માસમાં પૂર્ણ કર્યા બાદ આગામી દિવસોમાં તેમણે ઓસ્ટ્રેલિયા બાઈક યાત્રા કરવાની ઈચ્છા પણ વ્યકત કરી છે.યાત્રાના પ્રારભે યુવાને 100 દિવસોમાં યાત્રા પૂર્ણ કરવાનો વિચાર કર્યો હતો પરંતુ રસ્તામાં આવતા બધા ધાર્મિક સ્થળોના દર્શન કરવાનો વિચાર કરતા હવે આ યાત્રા લગભગ 200 જેટલા દિવસે પૂર્ણ થશે.સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ દ્વારકા તરફ યુવાને પ્રસ્થાન કર્યું છે.જ્યાંથી આગળ યાત્રા કરશે.
Reporter: News Plus