News Portal...

Breaking News :

NEET પેપર લીક મામલે PM મોદીની કડક ચેતવણી, કહ્યું- દોષીઓને કોઈપણ કિંમતે નહીં છોડીએ

2026-07-21 11:51:27
NEET પેપર લીક મામલે PM મોદીની કડક ચેતવણી, કહ્યું- દોષીઓને કોઈપણ કિંમતે નહીં છોડીએ

NEET પેપર લીક મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કડક વલણ અપનાવતા કહ્યું છે કે પરીક્ષા વ્યવસ્થાને સુરક્ષિત અને ભૂલરહિત બનાવવી એ રાષ્ટ્રીય જવાબદારી છે. એનડીએ સંસદીય દળની મંગલ મિલન બેઠકને સંબોધતા વડાપ્રધાન મોદીએ પેપર લીકના મુદ્દે સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ કરી હતી.
PM મોદીએ જણાવ્યું કે સરકારએ પેપર લીકની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે અને જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે દેશના યુવાનોને વિશ્વાસ અપાવતા કહ્યું કે તેમના ભવિષ્ય સાથે ખેલ કરનારાઓને કોઈપણ કિંમતે માફ કરવામાં નહીં આવે અને તેમને કડકમાં કડક સજા અપાવવામાં આવશે.

વડાપ્રધાને કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પરીક્ષા પ્રણાલીમાં વધુ પારદર્શક અને મજબૂત વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. તેમણે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી કે યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દે રાજકારણથી દૂર રહીને મળીને ઉકેલ લાવવો જોઈએ.
સંસદ ભવનની લાઇબ્રેરી બિલ્ડિંગ સ્થિત જી.એમ.સી. બાલયોગી ઓડિટોરિયમમાં યોજાયેલી એનડીએની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય મંત્રીઓ સહિત એનડીએના સાંસદો હાજર રહ્યા હતા.

આ બેઠકમાં વડાપ્રધાન મોદીને સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ચૂંટાયેલા વડાપ્રધાન બનવાની ઉપલબ્ધિ બદલ અભિનંદન પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. બેઠક પહેલા ભાજપ સાંસદ અશોક મિત્તલે પણ પ્રથમ એનડીએ-ભાજપ સંસદીય બેઠકમાં સામેલ થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

Reporter: admin

Related Post