વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા બદલ શુભેચ્છા પાઠવી છે. 4 સપ્ટેમ્બર 2026ના રોજ મેલોનીએ વડાપ્રધાન પદ પર સતત 1,413 દિવસ પૂર્ણ કર્યા અને ઇટાલીના બીજા વિશ્વયુદ્ધ પછીના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સતત પદ પર રહેનારા વડાપ્રધાન બન્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યોર્જિયા મેલોનીને પોતાના મિત્ર ગણાવીને આ સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ભારત અને ઇટાલી વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
જ્યોર્જિયા મેલોનીએ 22 ઓક્ટોબર 2022ના રોજ ઇટાલીના વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો હતો. તેઓ ઇટાલીના વડાપ્રધાન બનનારી પ્રથમ મહિલા પણ છે.
Reporter: admin







