વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી વડોદરા પ્રવાસને લઈને સરકારી તંત્ર સજ્જ બન્યું છે. વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન વ્યવસ્થાઓમાં કોઈ કચાશ ન રહે તે માટે રાજ્યમંત્રી મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા, સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થાપન સહિતની વિવિધ તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળ તેમજ આસપાસના વિસ્તારોમાં જરૂરી વ્યવસ્થાઓ સુચારુ રહે તે માટે સંબંધિત વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

રાજ્યમંત્રી મનીષાબેન વકીલે કાર્યક્રમ દરમિયાન નાગરિકોને કોઈ અગવડતા ન પડે અને સમગ્ર વ્યવસ્થા વ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. સંબંધિત અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓનું યોગ્ય સંકલન કરીને કામગીરી કરવા જણાવાયું હતું. વડાપ્રધાનના પ્રવાસને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
Reporter: admin







