News Portal...

Breaking News :

ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, ખાસ કરીને હેલ્મેટ પહેરવાની પ્રતિજ્ઞા લેશો : DGP વિકાસ સહાય

2025-02-10 16:58:52
ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, ખાસ કરીને હેલ્મેટ પહેરવાની પ્રતિજ્ઞા લેશો : DGP વિકાસ સહાય


અમદાવાદ : ગુજરાત રાજ્યના પોલીસ ડીજીપીએ સોશિયલ મીડિયા ઉપર અપીલ કરતાં જણાવ્યું છે કે, "પ્રિય,ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ, રાજ્યના જવાબદાર નાગરિકો તરીકે, તમે બધા અન્ય લોકો માટે આદર્શ બનવાની અપેક્ષા રાખીએ છીએ.


જો તમે બધા આજે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, ખાસ કરીને હેલ્મેટ પહેરવાની પ્રતિજ્ઞા લેશો તો હું તેની પ્રશંસા કરીશ." તમામ પોલીસ એકમોને આવતીકાલથી તેનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.કૃપા કરીને સહકાર આપો. તેવી અપીલ કરવામાં આવી છે.


આવતીકાલથી તમામ સરકારી કચેરી બહાર ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે.ડીજીપી વિકાસ સહાયે એકસ પર પોસ્ટ કરી જણાવ્યું છે.દરેક સરકારી કર્મચારીએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું રહેશે.

Reporter: admin

Related Post