વડોદરા શહેરના ફતેપુરા હાથીખાના વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાતાં લોકોએ રસ્તા રોકી આંદોલન કર્યું,

છેલ્લા 1 મહિના થી પીવાનું પાણી નથી આવતું આવે છે તો ગંદુ આવે છે જેને લઈ આજે સ્થાનિકો એ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકો એ આજે ગરનાળા પોલીસ ચોકી નજીક રસ્તા રોકી આંદોલન કર્યું હતું.જો આટલું કરતાં પણ સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગંદુ પાણી પીવાના લીધે બાળકો બીમાર પડી રહ્યા છે.સાથે સાથે સ્થાનિકો દ્વારા આગામી કોર્પોરેશનની ચૂંટણીનો પણ બહિષ્કારની ચીમકી ઉચ્ચરી હતી.

સ્થાનિકોના વિરોધને પગલે ઘટના સ્થળ પર પોલીસના અધિકારીઓ સહીતનો કાફલો પહોંચ્યો હતો. પોલીસ દ્વારા સ્થાનિકોને સમજાવી રસ્તા પર આંદોલન નહિ કરવા સૂચના આપવામાં આવી. ડી સી પી પન્ના મોમાયા એ સમજાવ્યા બાદ આંદોલન સમેટયું



Reporter: