વાઘોડિયા રોડ ઉપર આવેલી શ્રી નારાયણ વિદ્યાલય આ શાળા છેલ્લા ૯ માસથી બંધ છે. શાળાના વિદ્યાર્થીઓ હાલ બે વર્ષની મળેલ મંજૂરી સાથે અન્ય શાળામાં અભ્યાસ કરી રહ્યા છે,હજુ સુધી સદર શાળાના ટ્રસ્ટીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથમાં લેવામાં આવી નથી એની વિગતવાર માહિતી આ બાબત સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને તથા પદાધિકારીઓને અરજી અને આવેદન આપેલ છે.

તેના બિડાણની કોપીઓમાં સર્વ વિગતવાર માહિતી લખેલ છે એને ધ્યાનમાં લઇ ટૂંક સમયમાં અમને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી આપશ્રી ને નમ્ર અરજ છે. સદર શાળામાં ૧૭૯૯ વિદ્યાર્થીઓ અને ૧૨૦ શિક્ષકોનું જીવન અને ભવિષ્ય જોખમાઈ રહ્યું છે તો જલ્દીમાં જલ્દી આનો ન્યાય મળે એવી આપ સાહેબને નમ્ર વિનંતી.






Reporter: