વડોદરાના કાલીબાગ વિસ્તારમાં મોબાઇલ ક્ષેત્રે 20 વર્ષથી વધુ સમયથી ગ્રાહકોનો વિશ્વાસ જીતનાર ‘પાપા ફોન’ (Papa Fone)ના કાલીબાગ સ્થિત સ્ટોરે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.

પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે સ્ટોર સંચાલકો દ્વારા ગ્રાહકોના સહયોગ બદલ આભાર વ્યક્ત કરી 13 અને 14 ઓગસ્ટ દરમિયાન વિશેષ ઓફર્સની જાહેરાત કરવામાં આવી છે. આ બે દિવસ દરમિયાન કોઈપણ કંપનીના સ્માર્ટફોનની ખરીદી પર 20 ટકા સુધીની ખાસ છૂટ આપવામાં આવશે.
આ ઉપરાંત સરળ ફાઇનાન્સ સુવિધા હેઠળ 0% ડાઉનપેમેન્ટ પર મોબાઇલ ખરીદવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. સ્ટોરની મુલાકાત લેનાર દરેક ગ્રાહકને મોબાઇલની સુરક્ષા માટે ફ્રી રેઇન પાઉચ (Rain Pouch) આપવામાં આવશે.

સ્ટોર સંચાલકોએ ગ્રાહકોને આ બે દિવસીય ઓફર્સનો લાભ લેવા કાલીબાગ સ્થિત પાપા ફોન સ્ટોરની મુલાકાત લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
Reporter: admin







