News Portal...

Breaking News :

રિક્ષામાં ભૂલાયેલી રૂ.1.51 લાખની લેપટોપ બેગ કલાકોમાં શોધી પાણીગેટ પોલીસે પરત કરી

2026-08-14 11:16:31
રિક્ષામાં ભૂલાયેલી રૂ.1.51 લાખની લેપટોપ બેગ કલાકોમાં શોધી પાણીગેટ પોલીસે પરત કરી

રિક્ષામાં ભૂલાઈ ગયેલી લેપટોપવાળી કોલેજ બેગ પાણીગેટ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં શોધી કાઢી વિદ્યાર્થીને પરત કરી છે. બેગમાં લેપટોપ, ગ્રાફિક્સ પેડ, આઈડી કાર્ડ સહિત અભ્યાસને લગતો કુલ રૂ.1.51 લાખનો મુદ્દામાલ હતો.

મળતી માહિતી મુજબ, ખાનગી યુનિવર્સિટીમાં B.Sc. એનિમેશન એન્ડ VFXનો અભ્યાસ કરતા રોશનકુમાર સુરેશપ્રસાદ ચોરસીયા સાંજના સમયે યુનિવર્સિટીથી રિક્ષામાં બેસીને ઉમા ચાર રસ્તા ખાતે ઉતર્યા હતા. જોકે, ઉતાવળમાં તેમની લેપટોપવાળી કોલેજ બેગ રિક્ષામાં જ રહી ગઈ હતી.

બેગમાં એસુસ કંપનીનું લેપટોપ, ગ્રાફિક્સ પેડ, આઈડી કાર્ડ સહિત અભ્યાસને લગતી મહત્વની વસ્તુઓ હોવાથી વિદ્યાર્થીએ પાણીગેટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી મદદ માંગી હતી.

વિદ્યાર્થીની ફરિયાદને ગંભીરતાથી લઈ પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલે સર્વેલન્સ ટીમને તાત્કાલિક બેગ શોધવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. સર્વેલન્સ ટીમે ત્વરિત તપાસ હાથ ધરી રિક્ષાની ખરાઈ કરી હતી અને ગણતરીના કલાકોમાં વિદ્યાર્થીની ભૂલાઈ ગયેલી લેપટોપ બેગ શોધી કાઢી હતી.

પોલીસે બેગમાંથી એસુસ કંપનીનું રૂ.1.45 લાખની કિંમતનું લેપટોપ, રૂ.6 હજારનું ગ્રાફિક્સ પેડ અને આઈડી કાર્ડ સહિત કુલ રૂ.1.51 લાખનો મુદ્દામાલ સહીસલામત મેળવી લીધો હતો. ત્યારબાદ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર મુદ્દામાલ વિદ્યાર્થીને પરત કરવામાં આવ્યો હતો.

પાણીગેટ પોલીસની આ કામગીરીથી વિદ્યાર્થીને મોટી રાહત મળી હતી. મહત્વની બાબત એ છે કે અભ્યાસ માટે જરૂરી કિંમતી સામાન ગુમ થયા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ પરત કર્યો હતો.

Reporter: admin

Related Post