વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક રાજૂ ભડકેએ વરિષ્ઠ અધિકારીઓ સાથે પ્રતિાપનગર-એકતાનગર રેલખંડનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ડભોઈ બાયપાસ પર નિર્માણાધીન નવા પ્લેટફોર્મ, ડભોઈ-પ્રતાપનગર વચ્ચેના બ્રિજ નંબર 58 અને એકતાનગરમાં IRCTC દ્વારા બનાવાઈ રહેલી બજેટ હોટલના કામની સમીક્ષા કરી હતી.
ડભોઈ બાયપાસ પર બની રહેલા નવા પ્લેટફોર્મથી વડોદરા-એકતાનગર વચ્ચે દોડતી ટ્રેનોમાં મુસાફરો માટે ચઢવા-ઉતરવાની સુવિધા સરળ બનશે. પ્લેટફોર્મ સાથે નવા સ્ટેશન ભવનનું પણ નિર્માણ થઈ રહ્યું છે. સ્ટેશન શરૂ થયા બાદ એકતાનગર આવનારા પ્રવાસીઓને વધુ સારી અને આધુનિક સુવિધાઓ મળી શકશે.
DRMએ બ્રિજ નંબર 58નું પણ સલામતીની દૃષ્ટિએ નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને તમામ સલામતીના ધોરણોનું પાલન કરવા સૂચના આપી હતી.
ત્યારબાદ તેમણે એકતાનગરમાં નિર્માણાધીન IRCTC બજેટ હોટલની મુલાકાત લીધી હતી. IRCTCના ગ્રુપ જનરલ મેનેજર ગૌરવ ઝાએ હોટલના કામની પ્રગતિ અને મુસાફરો માટે વિકસાવવામાં આવતી સુવિધાઓ અંગે માહિતી આપી હતી. એકતા દિવસના અવસરે હોટલ મુસાફરો માટે શરૂ કરવાની યોજના છે.
હોટલ શરૂ થતાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ અને અન્ય મુસાફરોને ઓછા ખર્ચે રહેવાની સુવિધા મળશે. DRMએ તમામ વિકાસકામો ગુણવત્તા, સલામતી અને સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
Reporter: admin







