News Portal...

Breaking News :

લગ્નના વાયદાથી યુવતીને ફસાવી દુષ્કર્મ, મકરપુરા પોલીસે આરોપીને પકડ્યો

2026-08-14 11:11:14
લગ્નના વાયદાથી યુવતીને ફસાવી દુષ્કર્મ, મકરપુરા પોલીસે આરોપીને પકડ્યો

લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાની ના પાડી બળજબરીથી સંબંધ બાંધનાર મિરાન મોઈનુદ્દીન કાદરીને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી સામે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, મિરાન કાદરીએ ફરિયાદી યુવતીને તેની સાથે લગ્ન કરશે તેવો વિશ્વાસ આપી લગ્નના વાયદા કર્યા હતા. આ દરમિયાન યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં આરોપીએ લગ્ન કરવાની ના પાડતાં યુવતીએ પ્રેમ સંબંધ રાખવો ન હોવાનું જણાવ્યું હતું.

આથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીને ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. તેમજ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 69, 64(2)(M), 296(B), 351(3) તથા ગુજરાત ધર્મ પરિવર્તન અધિનિયમની કલમ 4 હેઠળ ગુનો નોંધાયો હતો.

આરોપીને ઝડપી પાડવા ACP વી.પી. ગામીતની સૂચનાથી PI એ.એમ. ગોહિલે ટીમો બનાવી હતી. દરમિયાન પોલીસ કર્મચારીઓ હરેન્દ્રસિંહ શિવસિંહ અને ભરતભાઈ મસરાભાઈને મળેલી બાતમીના આધારે મિરાન મોઈનુદ્દીન કાદરીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post