મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ 5 પેકેજનું વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી હાલમાં ચાલી રહી છે.
જેની કામગીરીમાં પંડ્યા બ્રિજ ઉપર ગડર લોચિંગની કામગીરી કરવાની હોવાથી આજે તા.20 જૂનથી તા.30 જૂન સુધી કરવામાં આવનાર છે. આ કામગીરી કરતી વખતે પંડયા બ્રિજ ઉપરથી અવર-જવર કરતાં વાહનોને અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી, પંડયાબ્રિજ ઉપરથી અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવાની જરૂરીયાત ઉભી થઈ છે.
Reporter: News Plus