પંચમહાલ જિલ્લામાં ગો-વંશની તસ્કરી, ચોરી અને કતલ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી ‘બદામ ગેંગ’ સામે પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગેંગના કુલ છ સભ્યો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી એક આરોપી અનસ અબ્દુલગની બદામની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ‘બદામ ગેંગ’ સામે વિવિધ પોલીસ મથકોમાં ગો-વંશની ચોરી અને હેરાફેરી, કતલ, શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ તેમજ પોલીસ પર હુમલા સહિત કુલ 18 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓ અને અગાઉના ગુનાહિત રેકોર્ડની તપાસ બાદ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનો નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અનસ અબ્દુલગની બદામને ઝડપી પાડ્યો હતો. જ્યારે નિશાર અહેમદ અબ્દુલગની બદામ, ઉમર અબ્દુલગની બદામ, સાજીદ ઇલિયાસ ભમેડી, ઇમરાન શૌકત રસુલભાઈ કોરયા ઉર્ફે મસલીયા અને ઓવેસ ઉર્ફે જુનેદ મહોંમદ હનીફ દુર્ગા સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેમજ જે આરોપીઓ અન્ય કેસોમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, તેમને ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જે મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Reporter: admin







