News Portal...

Breaking News :

પર્યાવરણ જેવા સંવેદનશીલ સામાજિક મુદ્દે કોન્કલેવનુ આયોજન એ ખરેખર પ્રશંસનીય : સાંસદ ડોક્ટર હેમાંગ જોષી

2024-07-19 20:59:14
પર્યાવરણ જેવા સંવેદનશીલ સામાજિક મુદ્દે કોન્કલેવનુ આયોજન એ ખરેખર પ્રશંસનીય : સાંસદ ડોક્ટર હેમાંગ જોષી


શહેરની અગ્રણી સ્વયંસેવી સંસ્થા યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા વડોદરા જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોમાં સમયાંતરે શિક્ષણ તેમજ સમાજ ઉપયોગી એવા વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે


પ્રાકૃતિક સંશાધનો અને તેનો વિચારશીલતા ભર્યો ઉપયોગ કરવા ઉપરાંત તેની જાળવણી કરવા તથા તે સંદર્ભે જન જાગૃતિ લાવવાની દિશામાં યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા આ એન્વાયરમેન્ટ કોન્કલેવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે.આ માટે યુનાઇટેડ વે ઓફ બરોડાના પ્રયાસ ખરેખર અભિનંદન આપવા યોગ્ય છે તેમ એન્વાયરમેન્ટ કોંકલેવના અધ્યક્ષ સ્થાનેથી બોલતા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોષીએ આમ જણાવ્યું હતું.આજે આયોજિતઆ એન્વાયરમેન્ટ જે વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા હાથ ધરાઈ તેના અમલીકરણ અને નિષ્કર્ષને મુદ્દે આપણે હવે દર ત્રણ મહિને ભેગા થઈ મિટિંગ યોજી પરિસ્થિતિની સતત સમીક્ષા કરવાની હિમાયત પર્યાવરણપ્રેમી યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોષીએ કરી હતી. યુનાઇટેડ વે ઓફ બરોડા એ બિન નફાકારી સ્વયંસેવી સંસ્થા છે 


સંસ્થા દ્વારા સમાજમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાની ગુણવત્તાના સુધારવાની દિશામાં વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા પર્યાવરણની જાળવણી અને ગ્રામ્ય વિસ્તારના વિકાસની દિશામાં પણ વિવિધ પ્રયોગો છેલ્લા ત્રણ દાયકાથી હાથ ધરવામાં આવી રહ્યા છે. આ દિશામાં સંસ્થાને શહેરની અન્ય એકસો જેટલી નાની મોટી સ્વયંસેવી સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. આજે આયોજિત કરવામાં આવેલ આ એન્વાયરમેન્ટ કોન્કલેવમાં કોર્પોરેટ સેક્ટરના ૧૫૦ ઉપરાંત પ્રતિનિધિઓ તજજ્ઞો, શિક્ષણ શાસ્ત્રીઓ વગેરે ઉપસ્થિત રહી આ મુદ્દે પોતાના વિચારો અને મંતવ્યો રજૂ કરશે તેમયુનાઇટેડ વે ઓફ બરોડાના વાઇસ ચેર પર્સન  મિનીશ પટેલે જણાવ્યું હતું.

Reporter: admin

Related Post