News Portal...

Breaking News :

મૌની અમાવસ્ય નિમિત્તે શ્રદ્ધાળુએ નર્મદા સ્નાન સહિત કુબેર ભંડારી મહાદેવના દર્શનનો લાભ લીધો

2025-01-29 14:44:19
મૌની અમાવસ્ય નિમિત્તે શ્રદ્ધાળુએ નર્મદા સ્નાન સહિત કુબેર ભંડારી મહાદેવના દર્શનનો લાભ લીધો


ડભોઇ : તાલુકાના  યાત્રાધામ કરનાળી નર્મદા કિનારે આવેલું કુબેર દાદાના મંદિર ખાતે બુધવારી અમાસ હોય જેને લઈને ભક્તોની ભીડ જામી હતી મંદિરમાં દર્શન કરી આજે બુધવારે અમાસ હોય લોકોએ નર્મદા નદીમાં ડૂબકી લગાવીને સ્થાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કુબેર દાદાને દર્શન કરી દૂધ રઈ ફૂલ અને નારીયલ ચડાવીને દર્શન કરવામાં આવ્યા હતા આજે મૌની અમાસ, જાણો તેનું મહત્વ



આજે પોષ્વદ અમાસ કે જેને મૌની અમાસ કહેવાય છે, જેનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગંગા અથવા કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે. આજે મહાકુંભનું બીજું અમૃત સ્નાન પણ થઈ રહ્યું છે. આજના દિવસે પિતૃઓને તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરવાની પણ પરંપરા છે. આજે ગાય, કૂતરા અને કાગડાને ભોજન કરાવવું શુભગણાય છે. પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃઓનો આશીર્વાદ મળે છે. તીર્થના કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે 


તીર્થક્ષેત્ર કરનાળીના નર્મદા કિનારે આવેલા અને શ્રદ્ધાળુઓને ફળ આપનારા એકમાત્ર કુબેર ભંડારી મહાદેવ મંદિર નો મહિમા રહેલો છે કુબેર દાદાના દર્શન પૂજન કરવાથી શ્રદ્ધાળુઓને સુખ શાંતિ પ્રાપ્ત થતી હોય  કુબેર ભંડારી મંદિરે પાંચ અમાસ ભરવાના મહિમાને અનુલક્ષી લાખો શ્રદ્ધાળુઓ અહીં પધારતા રહ્યા છે બુધવારે અમાસની તિથી હોવાથી ગત મોડી રાતથી જ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી રેગ્યુલર અમાસ ભરનારા શિવભક્તો સહિતના શ્રદ્ધાળુઓ ઉમટવા લાગ્યા હતા નર્મદા નદી પાવન ડુબકી લગાવી મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા દર્શનાર્થીઓ માટે કરાયેલા આયોજન મુજબ શિવભક્તો શિસ્તબધ્ધ રીતે કતારમાં ઊભા રહી કુબેર દાદાના દર્શનનો લાભ દીધો હતો.

Reporter: admin

Related Post