News Portal...

Breaking News :

૨૩ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાતે, છેલ્લા ૩૦ વર્ષ પછી ભારતીય વડાપ્રધાન પોલેન્ડની મુલાકાત લેશે

2024-08-20 15:42:19
૨૩ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાતે, છેલ્લા ૩૦ વર્ષ પછી ભારતીય વડાપ્રધાન પોલેન્ડની મુલાકાત લેશે


નવી દિલ્હી : ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી અનોખી છે. દરેક દેશમાં તેમને માન સન્માન મળવાનું કારણ તેઓ પોતે છે જે હંમેશા દેશના વિકાસ માટેના કામ છે. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ ઓગસ્ટે યુક્રેન પ્રવાસે જશે. છેલ્લા ૩૦ વર્ષ પછી ભારતીય વડાપ્રધાન ત્યાની મુલાકાતે જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ 21-૨૨ ઓગસ્ટે પોલેન્ડ પ્રવાસે જશે. મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાતને એક મહિનો થઇ ગયો છે અને હાલ ૧૯૯૧માં યુક્રેન આઝાદ થયા પછી પ્રથમ ભારતીય વડાપ્રધાનની આ મુલાકાત થશે. ભારત અને પોલેન્ડ વચ્ચે ઘણા લાંબા સમય થી અર્થક જોડાણ રહ્યું છે. ૧૯૫૪માં બને વચ્ચે રાજકીય સંબંધોનું જોડાણ થયું હતું. નિયમિત ઉચ્ચ સ્તરે મુલાકતો થતી રહેતી હતી.જેમાં ૧૯૫૫માં વડપ્રધાન જવાહરલાલ નેહરુની પણ મુલાકત થઇ હતી. 


૧૯૯૧માં ભારતે યુક્રેનને સાર્વભૌમ દેશની માન્યતા આપી હતી. ૨૦૨૧ દરમિયાન યુક્રેને નવા શસ્ત્રોના વેચાણ તેમજ ભારતીય સશસ્ત્ર દળોની સેવામાં જાળવણી માટે કરાર પરત કરવામાં આવ્યા.નિરીક્ષકોને મોદીની આ મુલાકાતથી આશ્ચર્ય થયું કે ભારત અને રશિયા વચ્ચે ઘણા જુના સંબધો હોવા છતાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ તેઓને યુક્રેનની મુલાકાત લેવાનું આમન્ત્રણ આપ્યું. એક મહિના પેહલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોસ્કોની મુલાકાત લીધી અને યુક્રેન યુદ્ધમાં શાંતિ જળવાઈ રહે એ માટેના પ્રયત્નો કર્યા.અને હાલ એક મહિના બાદ તેઓ યુક્રેનની મુલાકાતે જય રહ્યા છે. છેલ્લા ૩૦ વર્ષ પછી પ્રથમ ભારતીય વડાપ્રધાન નરેન્દ્રમોદી મુલાકાત લેશે .

Reporter: admin

Related Post