મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતનું 2020માં અવસાન થયું હતું. લગભગ 4 વર્ષ 4 મહિના પછી CBIએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. સીબીઆઈએ રિયા ચક્રવર્તી અને તેના પરિવારને ક્લીનચીટ આપી છે. સીબીઆઈની તપાસ મુજબ સુશાંત સિંહ રાજપૂતના મોત માટે કોઈ જવાબદાર નથી.
સુશાંતના પિતા દ્વારા રિયા ચક્રવર્તી પર લગાવવામાં આવેલા આરોપો અને રિયા દ્વારા સુશાંતના પરિવાર પર લગાવવામાં આવેલા આરોપોને લઈને બંને કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઈએ સુશાંતનો કેસ સંભાળ્યો અને ઓગસ્ટ 2020માં તપાસ શરૂ કરી હતી.
4 વર્ષની તપાસ બાદ CBIએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. રિપોર્ટ્સ અને સૂત્રોના મતે રિયા અને તેના પરિવારને ક્લીનચીટ આપવામાં આવી છે. સુશાંતને આપઘાત કરવા માટે કોઈએ મજબૂર કર્યો હોવાનું સાબિત કરવા માટે સીબીઆઈને કોઈ પુરાવા મળ્યા નથી.
Reporter: admin