નવી દિલ્હી : નીતિંન ગડકરીનું ડીઝલ કાર બન્ધ કરવા બાબતે ચેતવણી આપી છે. તેમને કહ્યું છે કે જો આ વહેલી તકે બન્ધ કરવામાં નહીં આવે તો તેઓ કાર પર એટલો ટેક્સ વધારશે કે કોઈ પણ કાર વેચવી મુશ્કેલ બનશે.
વધુમાં તેમને આ ગાડીઓ વેચવાની બન્ધ કરવા કહ્યું છે. તેમનું કેહવું છેકે ઇંધણથી પ્રદુષણ વધે છે, જો તે ઓછું કરવું હશે તો આ ગાડીઓ વેચવી બન્ધ કરવી જરૂરી છે. વધુમાં ગડકરીએ કહ્યું છે કે જો આ બન્ધ કરવામાં નહીં આવે તો તેઓ નાણામંત્રી પાસેથી ડીઝલના વાહનો પર ૧૦ ટકા GSTવધારાની માંગ કરશે. પ્રદુષણ દૂર કરવા માટે આ વાહનોને બન્ધ કરવા જરૂરી છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે તેમની પોતાની પાસે જે કાર છે તે ઇથેનોલથી ચાલતી કાર છે. જેની કિંમત પણ ઓછી છે અને પર લીટર કિંમત ૬૦/- છે, જ્યાં પેટ્રોલ ૧૨૦/- છે , આ વખતમાં ઇલેક્ટ્રિક કાર , સ્કુટર , અને બસ શ્રેષ્ઠ છે. જે પદુષણ ઓછું ફેલાવે છે. ગડકરીની આ બાબતથી વાહન ઉત્પાદકો સહમત છે. આગળના દિવસોમાં પ્રદુષણ અટકાવવા ડીઝલ ગાડીઓનું વેચાણ બન્ધ કરવું જરૂરી છે .
Reporter: admin