News Portal...

Breaking News :

VMCમાં ડિવાઇડર પર ડિવાઈડર બનાવવાની નવી પ્રણાલીની શરૂઆત

2025-06-02 16:00:02
VMCમાં ડિવાઇડર પર ડિવાઈડર બનાવવાની નવી પ્રણાલીની શરૂઆત


વડોદરા : કોર્પોરેશનની ભલે સ્માર્ટ સિટીમાં વડોદરાની ગણતરી થાય છે. ત્યારે પરંતુ સ્માર્ટ અધિકારીઓ અને સ્માર્ટ શાસકોની આંધળી દ્રષ્ટિ ઘણું બધું કહી જાય છે. 




વડોદરા શહેરમાં અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા રોડ પર રોડ બનતા તો જોયા છે અને તેના પગલે સોસાયટીઓ નીચાણવાળા વિસ્તારમાં જતા પાણી ભરવાની સમસ્યાઓ ઉદભવી હતી. ત્યારે હવે સ્માર્ટ અધિકારીઓ દ્વારા રોડ પર રોડ બનાવ્યાના અખતરા કર્યા બાદ ડિવાઇડર પર ડિવાઈડર બનાવવાની નવી પ્રણાલીની શરૂઆત કરાઇ છે! 


હાલમાં જ પ્રતાપનગર બ્રિજના છેડે માંજલપુર તરફ ઉતરતા સર્કલ પાસે આવો જ નાનો અખતરો કરવામાં આવ્યો છે. જુના ડિવાઇડર ઉપર પથ્થરોને ચોંટાડી ડિવાઈડરને ઊંચુ કરવામાં આવ્યું હતું. જેને પગલે વાહન ચાલકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

Reporter: admin

Related Post