લોકસભા ચૂંટણીના પરિણામો અંત્યંત રસપ્રદ બની રહ્યા છે. અત્યાર સુધીના વલણોમાં ભાજપ ૪૦૦ બેઠકો જીતવાની ગેરંટી આપી હતી પરંતુ ૩૦૦ બેઠક સુધી પહોંચવા મુશ્કેલી પડી રહી રહી છે. જેથી બહુમતીથી ભારે દૂર હોવાનું દેખાઈ રહ્યું છે.
આ સ્થિતિમાં સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે.અને કોંગ્રેસ સત્તા માટે જાદુઈ આંક ૨૭૨ મેળવવા તડજોડ શરૂ કર્યું છે. અહેવાલો પ્રમાણે સોનિયા ગાંધીના નજીકના કોંગી નેતાઓ કે.સી. વેણુગોપલ NDAના સાથી પક્ષના નેતાઓનો સંપર્ક કરી લીધો છે.આ નેતાઓમાં JDUના નીતિશ કુમાર અને TDPના એન. ચંદ્રાબાબુ નાયડુ પણ સામેલ છે.એવું કહેવાય છે કે, ટીડીપીને I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ કરવા વેણુગોપાલે ચંદ્રાબાબુના પુત્ર લોકેશ નાયડુ સાથે પણ વાત કરી છે. અત્યાર સુધીના વલણો પ્રમાણે ભાજપને 242 અને એનડીએને કુલ 300 જેટલી બેઠક મળી રહી છે. આ સ્થિતિમાં આગામી સરકાર રચવામાં ગઠબંધનના સાથી પક્ષોની ભૂમિકા અત્યંત મહત્ત્વની સાબિત થશે. બિહારની 40 લોકસભા બેઠક પૈકી 15 પર જેડીયુ જીત તરફ છે,
તો ભાજપને 12 અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ને પાંચ બેઠક મળી શકે છે. એવી જ રીતે, આંધ્ર પ્રદેશની 25 લોકસભા બેઠક પૈકી 16 પર ટીડીપી જીત તરફ છે, જ્યારે વાયએસઆરપીને ચાર બેઠક અને ભાજપને ત્રણ બેઠક મળી શકે એમ છે.મહારાષ્ટ્રમાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગળાકાપ હરીફાઈ છે કારણ કે, અહીંની 48 લોકસભા બેઠક પૈકી ભાજપ 12 અને કોંગ્રેસ 11 બેઠક પર આગળ છે,તો શિવસેના (ઉદ્ધવ જૂથ) પણ નવ અને એનસીપી (શરદ પવાર) પણ સાત બેઠક પર આગળ છે.
Reporter: News Plus