News Portal...

Breaking News :

નંદેસરી ઔદ્યોગિક વસાહતના ગોડાઉનમાં ભીષણ આગ, 4 કિમી દૂર સુધી દેખાયો ધુમાડો

2026-09-02 11:20:36
નંદેસરી ઔદ્યોગિક વસાહતના ગોડાઉનમાં ભીષણ આગ, 4 કિમી દૂર સુધી દેખાયો ધુમાડો

વડોદરા: નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલા શબરી પ્રોસેસ ફિલ્ટર્સના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી પ્રચંડ હતી કે આશરે 4 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા.

ગોડાઉનમાં રાખવામાં આવેલી FRCની સીટો આગની ચપેટમાં આવતા બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

હાલમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી.

Reporter: admin

Related Post