News Portal...

Breaking News :

GSFC યુનિવર્સિટી અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય વચ્ચે વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક, કલા, તકનીકી અને ઔદ્યોગિક સહકારને પ્રોત્સાહન આપવા માટે એમઓયુ કરવામાં આવ્યુ.

2024-05-24 15:45:07
GSFC યુનિવર્સિટી અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય વચ્ચે વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક, કલા, તકનીકી અને ઔદ્યોગિક સહકારને પ્રોત્સાહન આપવા માટે એમઓયુ કરવામાં આવ્યુ.


GSFC યુનિવર્સિટી ની સ્થાપના ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ.નિ. GSFC એજ્યુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવી છે. યુનિવર્સિટીની શરૂઆત 2015 માં 2 પ્રોગ્રામ અને 141 વિદ્યાર્થીઓથી થઈ હતી જે હાલમાં 27 પ્રોગ્રામ હેઠળ 2152 વિદ્યાર્થીઓ ને વિવિધ શાખાઓ માં શિક્ષણ આપી રહી છે



આજે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય, વડોદરા અને GSFC યુનિવર્સિટી, વડોદરા વચ્ચે સાથે મળીને વડોદરા શહેરના વિકાસ અર્થે સંયુક્ત સહયોગની શક્યતા શોધવા માટે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) કરવામાં આવ્યું છે.ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય તરફથી પ્રોફેસર મનોજ ચૌધરી,વાઇસ ચાન્સેલર તથા GSFC યુનિવર્સિટી તરફથી પ્રોફેસર જી આર સિન્હા, પ્રોવોસ્ટ દ્વારા આજરોજ એમઓયુ પર હસ્તાંક્ષર કરવામાં આવ્યા. આ પ્રસંગે શ્રી બી બી ભાયાણિ, સીઇઓ - GUIITAR, GSFC યુનિવર્સિટી તથા ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય તરફથી અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા.આ MOU હેઠળ વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક, કલા, તકનીકી અને ઔદ્યોગિક સહકારને પ્રોત્સાહન આપવા માટેની પ્રવૃત્તિઓ જેવીકે શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ, વેપાર સંગઠનો અને સરકારને સમન્વયિત કરતું ક્લસ્ટર બનાવવું


સમગ્ર વડોદરા શહેરમાં સંસ્થાઓ,જ્ઞાન અને નવીનતાના વિકાસ અને વિનિમયની સુવિધા માટેની પ્રવૃત્તિઓ હાથ ધરવી, સમગ્ર વડોદરા શહેરમાં સ્થાનિક વારસો, પરંપરાઓ, સંસ્કૃતિ અને વૈજ્ઞાનિક સ્વભાવને ટકાવી રાખવા, જાળવવા અને વધારવા માટે નવીનતમ તકનીકી હસ્તક્ષેપો અને ડિજિટલ તકનીકોનો સમાવેશ અને ઉપયોગ કરવા માટેની પ્રવૃત્તિઓ કરવી, પરિસંવાદો, પરિષદો અને પરસ્પર હિતો, સંશોધન અને શિક્ષણના મુદ્દાઓ, વિચારશીલ નેતૃત્વ અને સ્થાનિક વિકાસના વિષયો પર કાર્યશાળાઓ નું આયોજન કરવું અને તેમાં ભાગ લેવા માટે શિક્ષકોને આમંત્રિત કરવા. ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અને પ્રાયોજિત સંશોધનની તકો માટે સંયુક્ત પ્રયાસ કરવો, અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક અને ડોક્ટરલ સ્તરે ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ્સ હાથ ધરવા વિગેરે આવરી લેવા મા આવ્યું

Reporter: News Plus

Related Post