વડોદરા: મકરપુરામાં આકાશવાણીની પાછળ રૂપલ સોસાયટીમાં રહેતા સુબહેન્દુ પ્રાણ વલ્લભભાઈ ભૌમિત તથા તેમના પત્ની દીપ્તિબેન બાઈક પર ટ્યુશન ચાર રસ્તાથી જ્યુપિટર ચોકડી તરફ જતા હતા.
આ રોડના ડિવાઈડરના કટ પાસેથી તેઓ વળાંક લતા હતા ત્યારે સામેથી પૂર ઝડપે આવતી બાઈકના ચાલાકે દંપતિની બાઈકને ટક્કર મારતા એવો ફંગોળાને રોડ પર પડી ગયા હતા. દંપતી તથા અકસ્માત કરનાર બાઈકની પાછળ બેઠેલા અજય પઢીયાર (રહે-પાદરા) ને માથામાં ગંભીર ઇજા થતાં ત્રણેય બેભાન થઈ ગયા હતા.
તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત કરનાર બાઈક ચાલક સ્થળ પર બાઈક છોડીને ભાગી ગયો હતો. માંજલપુર પોલીસે બાઈકના નંબરના આધારે આરોપીની શોધ કોણે હાથ ધરી છે.
Reporter: admin