અમરેલી : અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જ્યાં 8 વર્ષના એક બાળકની આંખમાં અસંખ્ય જૂ થઈ હોવાનું માલૂમ પડ્યું છે.
સામાન્ય રીતે માથામાં જોવા મળતી જૂ બાળકની આંખમાં થઈ હોવાની આ ઘટનાએ તબીબી જગતને પણ આશ્ચર્યચકિત કરી દીધું છે.મળતી માહિતી અનુસાર, બાળકને સતત આંખમાં ખંજવાળ અને અગવડતા થતી હોવાથી તેને સારવાર માટે લલ્લુભાઈ શેઠ આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યું હતું.
અહીં ડોક્ટરોએ તપાસ કરતા બાળકની આંખમાં જીવતી જૂ જોઈને ચોંકી ઉઠ્યા હતા. તબીબ દ્વારા બાળકની જટિલ સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી દરમિયાન બાળકની આંખમાંથી લગભગ 30 જેટલી જૂ અને 35 જેટલા જૂના ઈંડા પણ સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા હતા.
Reporter: admin