વડોદરા મહાનગર ભાજપ દ્વારા જળશક્તિ અભિયાન અંતર્ગત આજે(9 જૂન) વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડની બાજુમાં કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વડોદરામાં સૌ પ્રથમ “ સ્પોન્જ પોન્ડ ” નું ઉદ્ઘાટન અને “હોમ કંમ્પોસ્ટ કીટ " વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં કોર્પોરેટર સ્થાનિકોના રોષનો ભોગ બન્યા હતા. વરસાદી પાણી ભરાય ત્યારે કોઈ જોવા આવતું નથી અને આજે ઉદ્ઘાટન માટે અહીંયા આવ્યા છો તેમ કહી આક્રોશિત લોકોએ કોર્પોરેટર બંદિશ શાહને ઘેરી લીધા હતા.

આ અંગે સ્થાનિક મિનેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, અમે અહીંયા રહીએ છીએ અને અહીંયા 560 મકાનો આવેલા છે. ઇલેક્શન આવે છે ત્યારે બધા આવે છે પરંતુ પાણી ભરાય ત્યારે કોઈ આવતું નથી.આ બધી મહિલાઓને પૂછો, આ બોર બનાવ્યો તેનો અમને વિરોધ નથી. પરંતુ અહીંયા લાઇન ચોકઅપ છે તો પાણી પોતાનો રસ્તો કઈ રીતે કરશે. અમે અનેક રજૂઆત કરી ત્યારે કોઈ આવતું નથી. વર્ષ 2019માં પાણી ભરાયું હતું ત્યારે કોઈ આવ્યું ન હતું. આ તો ઉદ્ઘાટન કરવા આવ્યા છે. અમારી માંગણી એટલી જ છે કે અમને બાંહેધરી આપે કે આ વર્ષે અહીંયા પાણી નહીં ભરાય.





Reporter: admin