News Portal...

Breaking News :

મેધા પાટકરને માનહાનિના કેસમાં 5 મહિનાની જેલની સજા અને 10 લાખ રૂપિયાની રકમ આપવાનો આદેશ

2024-07-01 19:28:41
મેધા પાટકરને માનહાનિના કેસમાં 5 મહિનાની જેલની સજા અને 10 લાખ રૂપિયાની રકમ આપવાનો આદેશ



નવી દિલ્હી: અહીં ની સાકેત કોર્ટે  1 જુલાઈ ૨૦૨૪ના રોજ સામાજિક કાર્યકર્તા અને નર્મદા બચાવો આંદોલન (NBA)ના નેતા મેધા પાટકરને વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા તેમના વિરુદ્ધ દાખલ કરાયેલા બે દાયકા જૂના અપરાધિક માનહાનિના કેસમાં 5 મહિનાની જેલની સજા ફટકારી છે.



મેધા પાટકર પર લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ પ્રેસ રિલીઝ જારી કરવાનો અને સામાન્ય જનતામાં તેમની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. એટલું જ નહીં, કોર્ટે મેધા પાટકરને વિનય સક્સેનાને 10 લાખ રૂપિયાની રકમ આપવાનો આદેશ આપ્યો છે. આ તેમની બદનામીની ભરપાઈ માટે હશે. સાકેત કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાઘવ શર્માએ 25 મેના રોજ શ્રીમતી પાટકરને ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 500 હેઠળ ફોજદારી માનહાનિના ગુના માટે દોષિત ઠેરવ્યા હતા.



દિલ્હીની સાકેત કોર્ટના નિર્ણય બાદ મેધા પાટકરની પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે કહ્યું કે સત્યને ક્યારેય હરાવી શકાય નહીં. તેમણે કહ્યું, ‘સત્યને ક્યારેય હરાવી શકાતું નથી. અમે કોઈને બદનામ કરવાનો પ્રયાસ કર્યો નથી. અમે માત્ર કામ કરીએ છીએ. અમે આ નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારીશું. મેધા પાટકર ‘નર્મદા બચાવો આંદોલન’ સાથે સંકળાયેલા છે. આ પહેલા કોર્ટે 7 જૂને થયેલી સુનાવણીમાં મેધા પાટકરને દોષિત જાહેર કરી હતી અને સજા માટે 1 જુલાઈની તારીખ નક્કી કરી હતી.

Reporter: News Plus

Related Post