News Portal...

Breaking News :

જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક જ્ઞાનદા સોસાયટીમાં AC ગોડાઉનમાં 10થી વધુ બ્લાસ્ટ સાથે ભયંકર આગ

2025-04-06 17:33:22
જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક જ્ઞાનદા સોસાયટીમાં AC ગોડાઉનમાં 10થી વધુ બ્લાસ્ટ  સાથે ભયંકર આગ




અમદાવાદ: શહેરના જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક જ્ઞાનદા સોસાયટીમાં એક AC ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. આગ લાગ્યા બાદ મકાનમાંથી એક બાદ એક 10થી વધુ બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટના કારણે આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 



આગ લાગ્યા બાદ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક રવાના કરવામાં આવી છે. નવરંગપુરા, પ્રહ્લાદનગર અને જમાલપુર વિસ્તારના ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ ઘટનાસ્થળેથી માતા અને બે વર્ષના બાળકને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. 

.


પ્રાથમિક માહિતી અનુસાર રહેણાંક મકાનમાં જ ACનું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું જેમાં આગ લાગઈહ હતી. આગ લાગવાના સાથે મકાનમાં એક બાદ 10થી વધુ વખત બ્લાસ્ટ થયા જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ. ભીષણ આગની જ્વાળાઓએ આસપાસના વાહનોને પણ પોતાની ઝપેટમાં લીધા હતા. અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં રહેણાંક મકાનમાં બનાવાયેલા ACના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા નાસભાગ મચી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ACના ગેસના બાટલા હોય એક બાદ એક બ્લાસ્ટ થતા ભયનો માહોલ છવાયો હતો. આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ આગ ફાટી હતી.

માનવામાં આવી રહી છે કે ગેસના બાટલાઓના કારણે આગ બાદ ધડાકા થયા હતા. જોકે સમગ્ર ઘટનામાં તપાસ બાદ જ સત્ય સામે આવશે

Reporter: admin

Related Post