વડોદરા :વીર સંભાજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે શહેરના માંજલપુર ખાતે મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન દ્વારા ધોરણ 10 અને 12 ના ઉત્તિર્ણ થયેલા વિધ્યાર્થીઓ, મહિલાઓ તથા ખેલાડીઓના સત્કાર સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે વીર સંભાજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન દ્વારા શહેરના માંજલપુર ખાતે વીર સંભાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી સાથે જ મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન ને ચાર વર્ષ પણ પૂર્ણ થયાના ઉપલક્ષમાં સમાજના ધોરણ -10 અને ધોરણ -12 ના પરીક્ષામાં સારા પર્સન્ટાઇલ સાથે ઉત્તિર્ણ થયેલા વિધ્યાર્થીઓ,સમાજની મહિલાઓ તથા ખેલાડીઓને સત્કારવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સમાજના આગેવાનો પાંડુરંગ મોરે, સદાનંદ ભોંસલે સુરેશ કદમ સહિતના આગેવાનો તથા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





Reporter: admin