વડોદરા : માંજલપુર વિસ્તારમાં રવિવારે ચકચારી ઘટના બની હતી. જેમાં પતિએજ પત્નીને ગોળી મારી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

આ ચકચારી ઘટનામાં પત્નીને કમરના નીચેના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજા પામી હતી. જેથી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મળતી માહિતી અનુસાર માંજલપુરમાં તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલા શ્રીજી ટેનમેન્ટમાં રહેતા નીલમ શર્માને તેના પતિ હરિન્દર શર્માએ પોતાના પાસેની બારબોરવાળી બંદૂકથી ગોળી મારી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

આ ઘટનામાં ગંભીર ઇજા પામેલા બેનને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ચકચારી બનવામાં એક યુવક પણ ઇજા પામ્યો હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી અનુસાર પત્ની ઉપર ફાયરિંગ કરનાર હરિન્દર એરફોર્સનો રિટાયર્ડ કર્મચારી છે. માંજલપુર પોલીસે હાલ તેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.





Reporter: admin