News Portal...

Breaking News :

માંજલપુર પેટાચૂંટણીને લઈ કોંગ્રેસની રેલી, સૂત્રોચાર દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ

2026-07-27 13:28:00
માંજલપુર પેટાચૂંટણીને લઈ કોંગ્રેસની રેલી, સૂત્રોચાર દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા શહેરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિવિધ સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને બેનરો સાથે તેઓ આગળ વધી રહ્યા હતા.

રેલી દરમિયાન કેટલાક સૂત્રોચારમાં રાજકીય વિરોધ દર્શાવતા લખાણો સાથેના બેનરો જોવા મળ્યા હતા. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
મળતી માહિતી મુજબ, રેલીને નિયંત્રિત કરવા પહોંચેલી પોલીસ સાથે કોંગ્રેસ કાર્યકરોની બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પોલીસ દ્વારા સમગ્ર મામલે સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. માંજલપુર પેટાચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે અને બંને પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર તેજ કરવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post