News Portal...

Breaking News :

ફોર્મ ભરતા પહેલાં ભાજપનું શક્તિપ્રદર્શન, સ્વ. યોગેશ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવા રેકોર્ડબ્રેક મતદાનની અપીલ

2026-07-13 12:28:35
ફોર્મ ભરતા પહેલાં ભાજપનું શક્તિપ્રદર્શન, સ્વ. યોગેશ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવા રેકોર્ડબ્રેક મતદાનની અપીલ

વડોદરા: માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને ભાજપે ચૂંટણી પ્રચારને વેગ આપ્યો છે. ભાજપના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં શક્તિપ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ વિશાળ જનસભાને સંબોધીને ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે રેલી સ્વરૂપે પ્રસ્થાન કરવામાં આવશે.

ઉમેદવારે જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન તેમણે સમગ્ર માંજલપુર વિસ્તારનો સઘન પ્રવાસ કરીને મતદારો સાથે સંપર્ક કર્યો છે. માંજલપુર હંમેશાં ભાજપનો મજબૂત ગઢ રહ્યો હોવાનું જણાવતાં તેમણે પેટાચૂંટણીમાં ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે મતદારોને અપીલ કરતાં જણાવ્યું કે લોકપ્રિય દિવંગત ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલ (યોગેશ કાકા)એ વિસ્તારના વિકાસ માટે કરેલા કાર્યને આગળ વધારવાનો આ અવસર છે. તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે મતદારો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળે, ઉત્સાહપૂર્વક મતદાન કરે અને રેકોર્ડબ્રેક મતદાન કરીને ભાજપને વિજયી બનાવે તેવી તેમણે અપીલ કરી હતી.

Reporter: admin

Related Post