માંજલપુરની ચૂંટણી આ વખતે રસપ્રદ રહેશે.પગપુરી ઉમેદવાર સતીષ પટેલ મૂળ છાણીનાં રહીશ છે. કૉ.ઓપ.બેંક સાથે સંકળાયેલા છે. તેમની છેલ્લી ચૂંટણી વોર્ડ નંબર એકમાંથી લડ્યા હતા પરંતુ સ્થાનિક ઉમેદવારે છે તેમને ધોબી પછાડ આપી હતી મોદીના પ્રચંડ વાવાઝોડા હેઠળ પણ આ સીટ સતીશ પટેલના કારણે ગુમાવી હતી. છાણીનાં હરીશ પટેલે સતીશ પટેલને ધોબી પછાડ આપી ખરાબ રીતે હરાવ્યા હતા. સતીશ પટેલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે હતા. તેઓના સમયગાળા દરમિયાનમાં કોઈ ખાસ મોટા પ્રોજેક્ટનાં લોકાર્પણ થયા ન હતા. તેઓનાં સમયગાળા દરમિયાનમાં ઘણી બધી દરખાસ્ત અને સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણયને કારણે વિવાદમાં આવ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટી ઉપર ભ્રષ્ટાચારના આરોપ ખૂબ થયા હતા. તેઓની તોછડી ભાષા હોવાને કારણે અનેક વખત અન્ય નેતાઓ સાથે ટસલ થતી. ભ્રષ્ટાચારનાં મુદ્દા ઉપર તેઓ વોર્ડ-1ની ચૂંટણી હાર્યા હતા. કોંગ્રેસે પેનલ ઉતારી હતી. માંજલપુર વિધાનસભા સીટ માટેના 105 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. કોઈ સામેથી બોલે કે ના બોલે, હાલમાં મોટાભાગનાં કપાયેલા ઉમેદવારો તેમનાથી નારાજ છે. આંતરિક ખટરાગ ચરમસીમાએ છે.
માંજલપુરનાં મતદારોનાં નસીબમાં 10 ધોરણના જ ધારાસભ્ય લખેલા છે. સંગઠને પણ માંજલપુર સીટ માટે ધોરણ 10 નું સ્ટાન્ડર્ડ બનાવી દીધુ લાગે છે. જેથી 104 ઉમેદવારને કાપીને પ્રતાપ સ્કૂલમાં ભણેલા અને 10 ધોરણ પાસ, સતીશ ગોવિંદભાઈ પટેલ,પગપુરી ઉમેદવાર મેદાનમાં મૂક્યા છે. 22 લાખની વસ્તીમાં સંગઠનને કોઈ ભણેલો ગણેલો ઉમેદવાર નહીં મળ્યો જેથી છાણી થી 10 ધોરણ પાસ ઉમેદવારને ઉતારવો પડ્યો. નોટબંધીની સેવા કામ કરી ગઈ. સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પદે રહી શહેરનો વિકાસ થાય કે ના થાય પણ પોતાનો વિકાસ થયો. હાલમાં ચૂંટણીમાં દાવેદારી કરતી વખતે તેમણે જાહેર કરેલ મિલકતોની બજાર કિંમત આશરે 17 કરોડ રૂપિયા છે !!
"ભાજપના ગઢમાં જંગ: જૂના કાર્યકરોની નારાજગી ચર્ચામાં"
પાલિકાની છેલ્લી ચૂંટણી હારેલા ઉમેદવારને માંજલપુરથી લડાવવા પાછળ કોનાં શું સમીકરણ છે તે સમજની બહાર છે. આઠ ત્રમ ધારાસભ્ય તરીકે રહેલ યોગેશકાકા પોતાની સેનાંને કહેતા કે જોજો માંજલપુરમાં કોઈ પગપુરી ઘૂસી ના જાય. ઘુસી જાય તો તેને તેનું ઠેકાણું બતાવી દેજો. માંજલપુરમાં વર્ષોથી શાસક પક્ષમાં લોહી પાણી એક કરનાર કેટલાક ભાજપના કાર્યકરો ખૂબ જ નારાજ છે યોગેશકાકાની ઈચ્છા મુજબ કેટલાક કાર્યકરો ઉલટી દિશામાં કામ કરી રહ્યા છે. આ વખતની ચૂંટણી રસપ્રદ રહેવાની છે. યોગેશકાકાનાં ગઢમાં, યોગેશકાકા નાં નામે ચૂંટણી લડાવી, યોગેશ કાકાનાં ગ્રુપને જ કાયમને માટે ઠેકાણે પાડવા સંગઠને આ એક ચાલ રમી છે. પાલિકાની ચૂંટણી વખતે પણ યોગેશ કાકાનાં નજીકનાં કેટલાક કાર્યકરોએ દાવેદારી કરી હતી. પરંતુ તેમને નથી સંગઠનમાં લીધા. નથી કોર્પોરેટરની ચૂંટણીમાં ટિકિટ આપી. નથી કોઈને મોટી જવાબદારી સોંપી. ઉલટાનાં જેઓ કાકાની નજીક હતા તેઓને પણ જવાબદારીમાંથી મુક્ત કર્યા
"માંજલપુરની પ્રજા પૂછે છે: કાકાનું યોગદાન શું?"
માંજલપુરની પ્રજા પૂછે છે કે જ્યારથી માંજલપુર વિધાનસભા ઉભી થઈ ત્યારથી કાકા એ માંજલપુર માટે શું યોગદાન આપ્યું? શિવજીની પ્રતિમા અને શિવજીની સવારીનો લાભ તો રાવપુરા વિધાનસભાને થયો. હકીકતે માંજલપુરનો વિકાસ કોંગ્રેસનાં ચિન્નમ ગાંધી અને ચિરાગ ઝવેરીએ કર્યો હતો. ભલે સમજોતા એક્સપ્રેસ સાથે કામગીરી થતી, પરંતુ માંજલપુરને યેનકેન પ્રાથમિક સુવિધા મળી જાય તેની દરકાર કોંગ્રેસનાં ચિન્નમ ગાંધી તથા ચિરાગ ઝવેરી કરતા હતા. તેઓનાં સમયનાં પાયાનાં કાર્યકરો કોંગ્રેસનાં ઉમેદવાર અને પૂર્વ ઉદ્યોગ મંત્રી ભીખાભાઈ રબારીને ફરી ધારાસભ્ય બનાવે તો નવાઈ નહી. સતીશ પટેલની પાછળ સંગઠન છે. પૈસો છે.પરંતુ મતદાર નથી. સનિષ્ઠ કાર્યકરો નથી
Reporter:







