અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, વડોદરા તથા વરેણ્યં યુથ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આજે મહિસાગર નદી કિનારે આવેલા ખડોલ ગામ (ઉમેટા) સ્થિત સહજ ગૌશાળામાં "ગૌ સન્માન આહ્વાન અભિયાન" અંતર્ગત ગાયત્રી મહાયજ્ઞ, ગૌપૂજન અને ગૌસેવાનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન ગૌમાતાનું ષોડશોપચાર વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ આશરે અઢી મણ લાપસી તૈયાર કરીને ગૌશાળાની ગૌમાતાઓને પ્રસાદરૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના કાર્યકરો અને સભ્યોએ ઉપસ્થિત રહી ગૌસેવામાં સહભાગીતા નોંધાવી હતી.
આયોજકોએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતા શ્રદ્ધા, કરુણા અને લોકમંગળનું પ્રતિક માનવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન સૌએ ગૌસંરક્ષણ અને ગૌસંવર્ધન માટે સંકલ્પ લીધા હતા. સમાજમાં ગૌસેવા અને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
Reporter: admin







