વડોદરા: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર સતીશ પટેલના સમર્થનમાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરી ચૂંટણી પ્રચારને વેગ આપ્યો હતો. આગામી 30 જુલાઈએ યોજાનારા મતદાનને ધ્યાનમાં રાખી ભાજપે મતદારો સુધી પહોંચવા માટે શક્તિ પ્રદર્શન કર્યું હતું.

ભાજપની પદયાત્રામાં વોર્ડ નંબર 16, 17, 18 અને 19ના કાઉન્સિલરો, મોટી સંખ્યામાં કાર્યકરો, સાંસદ, ધારાસભ્યો, શહેર પ્રમુખ તેમજ પક્ષના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પદયાત્રા દરમિયાન ભાજપના સમર્થકોએ સૂત્રોચ્ચાર સાથે મતદારોને ભાજપના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી.
Reporter: admin







