News Portal...

Breaking News :

માંજલપુર પેટાચૂંટણી: કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ રેલીમાં અમિત ચાવડા સહિતના નેતાઓની હાજરી

2026-07-28 14:34:36
માંજલપુર પેટાચૂંટણી: કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ રેલીમાં અમિત ચાવડા સહિતના નેતાઓની હાજરી

વડોદરા: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ભીખાભાઈ રબારીના સમર્થનમાં ભવ્ય પરિવર્તન સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી તેમજ AICC સેક્રેટરી અને મધ્ય ગુજરાતના પ્રભારી શ્રી રામકિશનજી ઓઝા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રેલી દરમિયાન કોંગ્રેસના નેતાઓએ મતદારોને પરિવર્તન માટે અપીલ કરી હતી. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો જોડાતા રેલીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કરી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.

Reporter: admin

Related Post