વડોદરા: ડભોઇ તાલુકાના કરનાડી ગામે નર્મદા નદીના પવિત્ર કિનારે આવેલા પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરે મંગળવારી અમાસના પાવન અવસરે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે પહોંચ્યા હતા.

વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. અનેક શ્રદ્ધાળુઓએ નર્મદા નદીમાં પવિત્ર સ્નાન કરીને ભગવાન કુબેર ભંડારીના દર્શન કર્યા અને પરિવારના સુખ, સમૃદ્ધિ તથા કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
ભક્તોની ભારે અવરજવરને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા દર્શન વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષાની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન 'જય કુબેર' અને 'હર હર મહાદેવ'ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
Reporter: admin







