ભાટપુર: મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ભાટપુર ગામે ખલી તરીકે ઓળખાતા જુંજારસિંહને કુદરતે એવી કદ કાઠી આપી છે કે ફરજીયાત હેલ્મેટનો નિયમ તેમના માટે ભારે પડી રહ્યો છે.
તેનું માથુ જ એટલુ મોટુ છે કે કોઇ હેલમેટ તેમાં ફિટ બેસતું નથી. હાઇકોર્ટે ટીપ્પણી કર્યા બાદ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની ભાન થઇ છે અને ફરીથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે જો કે ભાટપુરા ગામના પૂર્વ સરપંચ ઇચ્છે તો પણ હેલમેટના કાયદાનું પાલન કરી શકે તેમ નથી અને પોલીસ પણ તેમને નિયમનું પાલન કરવાની ફરજ પાડી શકે તેમ નથી.
મુશ્કેલી એ છે કે તેમના માપનુ હેલ્મેટ બજારમાં મળતુ જ નથી, જેને લઈને હાલમાં તેઓ મૂંઝવણમાં મૂકાયા છે.જૂજારસિંહ બારૈયાનો શારીરિક બાંધો એ પ્રકારનો છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરી શક્તા નથી તેઓની ઊંચાઇ છ ફુટથી વધુ ્ને મજબૂત કદાવર બાંધો ધરાવે છે ગામમાં ખલી તરીકે ઓળખાતા જુંજારસિંહ માટે આ કદ કાઠી એક નહી અનેક મુશ્કેલીઓ આપી રહી છે. જેમ કે તેમને પોતાની સાઇઝના બુટ-ચપ્પલ તૈયાર મળતા નથી, કપડા તૈયાર મળતા નથી આ બધુ તેઓએ પોતાની સાઇઝનું બનાવવુ પડે છે. ૨૦૦ સી.સી.નું બાઇક પણ નાનુ પડે છે. નાના કદની કારમાં તેમનો સમાવેશ થયો નથી.
Reporter: admin